Shortcuts: WD:RB, WD:RBK

વિકિડેટા:ઊલટાવનાર

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Rollbackers and the translation is 58% complete.
Outdated translations are marked like this.

વિકિડેટા પર, ઊલટાવનારા એવા સભ્યો છે જેઓ એક જ ક્લિક દ્વારા ફેરફારોને ઊલટાવી શકવાની તકનિકિ આવડત ધરાવે છે. (પ્રતિબંધિત સિવાયના તમામ સભ્યો "રદ કરો" સુવિધા વાપરી શકે છે જોકે તેના માટે ફેરફાર ચોક્ક્સ કરવા પડે છે.) કોઈપણ પાના કે લેખના સૌથી છેલ્લા યોગદાન કરનારા સંપાદકના ફેરફારો તે માત્ર એક જ ક્લિક દ્વારા ઊલટાવી શકે છે. ઊલટાવનાર શ્રેણીબદ્ધ ફેરફારોમાંથી કોઈ ચોક્કસ ફેરફારને પાછો વાળી શકે છે – તેમ કરવા માટે તેણે "રીસ્ટોર" સુવિધાનો ઉપયોગ કરવો પડે છે. (અથવા, મુખ્ય અને ગુણધર્મ નામસ્થળની બહાર તેણે પાનાના જૂના ફેરફારમાં "ફેરફાર કરો" પર ક્લિક કરી અને "સાચવો" પર ક્લિક કરવું.)

The difference between "restore" and "undo" is: restore undoes all edits back up to the selected edits, and undo undoes a selected edit. However, undo is more versatile than allowing only undoing a single edit — if initiated from the diff view, it will try to undo the changes made by whatever edits were selected; if clicking on the undo link in a page history, it’ll try to undo that single edit. It can be used to revert a single edit or multiple edits in a row (even if they were made by different users); it can revert the latest edit(s) or even older one(s) without reverting the latest edit.

ઊલટાવવાનો ઉપયોગ ફક્ત ભાંગફોડ અને પ્રાયોગિક ફેરફારો દૂર કરવા જ કરવો જોઈએ. જો ફેરફાર પ્રાયોગિક હોય તો તમારે સભ્યના ચર્ચાનાં પાના પર સદભાવના પૂર્વક નોંધ મૂકવી અને તેમને પાટી તરફ દોરવા. (પ્રાયોગિક ફેરફારો રદ કરતી વખતે કેટલાક કિસ્સાઓમાં, "રદ કરો" વાપરવું અને રુઢિગત સારાંશ મૂકવો.) ઊલટાવવાનો ઉપયોગ રુઢિગત સારાંશ સિવાય ન થઈ શકે સિવાય કે તમારા common.js માં આની પરવાનગી આપતી સ્ક્રિપ્ટ હોય, તેથી જો તમારી પાસે એવી સ્ક્રિપ્ટ ન હોય તો તેનો ઉપયોગ સારી ભાવના હેઠળ થયેલા યોગદાનો ઉલટાવવા ન કરવો. ઊલટાવવા તમારા ફેરફારોને "નાના" તરીકે નોંધે છે એ વાત યાદ રાખો.

ઊલટાવવા માટે વિનંતી

ઊલટાવવાના હક્કો માટે Wikidata:Requests for permissions: Requests for rollbacker flag ખાતે અરજી કરી શકાય. સભ્ય પોતાની જાતે નામાંકન કરી શકે અથવા અન્ય સભ્યનું નામાંકન કરી શકે; જોકે સભ્યને જો ઊલટાવવાના હક્કો ન જોઈતા હોય તો તેને ન આપવા, પોતાની જાતે નામાંકન ન હોય તેવા કિસ્સામાં નામાંકિત સભ્ય પોતાના નામાંકનનું સમર્થન કરતી ટિપ્પણી ન કરે ત્યાં સુધી તેને અટકાવી રાખવું.

પ્રબંધકો એવા સભ્યોનાં ખાતાંને ઊલટાવનારના હક્કો આપી શકે છે કે જેઓ:

  • સામાન્ય રીતે સમુદાયના વિશ્વસનીય સભ્યો હોય, ભાંગફોડિયા વૃત્તિ સામે કામ કરવાનો અનુભવ હોય તેવાને પ્રાધાન્ય આપવું, અથવા
  • અન્ય પ્રકલ્પો પર ભાંગફોડ વિરુદ્ધ કાર્ય કરવાનો સફળ ઈતિહાસ હોય, અને વિકિડેટા કેવી રીતે કાર્ય કરે છે તેની સંતોષકારક સમજ દાખવી હોય.

પ્રબંધકો, વૈશ્વિક ઊલટાવનાર અને કારભારીઓને ઊલટાવનાર હક્કો આપોઆપ મળે છે, તેથી તેને સ્થાનિક ઊલટાવનાર હક્કો આપવા જરૂરી નથી.

List

Special:ListUsers/rollbacker ખાતે ઊલટાવવાના હક્કો ધરાવતા સભ્યોની યાદી મળશે.